Satya Tv News

નેત્રંગ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ 25 દીવસ ઉપરાંતનો સમય વિતવા છતાં મધ્યાહન ભોજન શરૂ થયું નથી. નેત્રંગ તાલુકાની 110 જેટલી પ્રાથમિક શાળામાં અંદાજિત 10 હજાર જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે છે

કોરોનાનું સંક્રમણ ઘટ્યાં બાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપ્યા બાદ ગત 7મી ફેબ્રુઆરીથી ભરૂચ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે. જેને આજે 25 દિવસ જેટલો લાંબો સમય વિતવા છતાં સરકાર દ્વારા મધ્યાહન ભોજન શરૂ કરાયું નથી. જેને પગલે હજારો વિદ્યાર્થીએ હાલાકી વેઠવાની નોબત આવી છે. કોરોનાની સ્થિતિ કાબુમાં આવ્યા બાદ સરકાર દ્વારા વિવિધ નિયંત્રણો પણ હટાવવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન પણ ઝડપથી શરૂ થાય તે દિશામાં કાર્યવાહી કરવી જરૂરી બને છે

આજે શાળા શરૂ થયાને એકાદ માસ જેટલો સમય વિતવા છતાં પણ મધ્યાહન બાળકોને પૂરું પાડવામાં આવતું નથી ત્યારે પુરતી તકેદારી સાથે શક્ય હોય એટલું ઝડપથી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવે તે જરૂરી છે

વિડિઓ જર્નાલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ

Created with Snap
error: