અંકલેશ્વર GIDCના DA આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોજાય ક્રિકેટ ટુર્નામેન્ટ
GIDC ક્રિકેટ પ્રીમિયર લીગ 2022નું કરાયું હતું આયોજન
8 ટીમોએ પ્રીમિયર લીગમાં 9 દિવસ દરમિયાન ભાગ લીધો.
બુધવારે પ્રાઇમ સી.કે ઇલેવન અને ખુશ ઇલેવન વચ્ચે રમાય ફાઇનલ મેચ.
પ્રાઇમ સી.કે ઇલેવન ટીમે 14 રનથી મેળવ્યો ભવ્ય વિજય.
અંકલેશ્વરના GIDCના ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ ક્રિકેટ લીગમાં પ્રાઈમ સિકે ઇલેવનનો 14 રનથી ભવ્ય વિજય થયો હતો
અંકલેશ્વર GIDCમાં આવેલ ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે GIDC ક્રિકેટ લીગ 2022નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ટુર્નામેન્ટમાં 8 જેટલી ટીમોએ ઓક્શન થકી ભાગ લીધો હતો. જેમાં GIDC ક્રિકેટ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ બુધવારે રાતે પ્રાઈમ સિકે ઇલેવન અને ખુશ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં પ્રાઈમ સિકે ઇલેવનનો 14 રનથી વિજય થયો હતો.વિજેતા ટીમને આમંત્રિત મહેમાનો અને સ્પોન્સરના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.જ્યાં રનર્સઅપ ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ તરીકે ઉપેન પટેલ,બેસ્ટ બેસ્ટમેન દિવ્યજીતસિંહ ઘડિયા,બેસ્ટ બોલર વિશ્વ પટેલ અને મેન ઓફ ધી સિરીઝ તરીકે ઓમકાર દુધાતને ટ્રોફી આપવામાં આવી હતી.આ ટુર્નામેન્ટના આયોજક ક્રિષ્ના મહેન્દ્રસિંહ મહારાઉલજી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના સભ્યો, સ્પોન્સરો તેમજ ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર