Satya Tv News

ભરૂચ-અંક્લેશ્વર નેશનલ હાઇવે ઉપર ટોલ પ્લાઝા નજીક વિદેશી દારૂ ઝડપાયો

દારૂ ભરેલ કન્ટેનર સાથે બે ઈસમોને ઝડપી પડ્યા

કુલ ૩૨ લાખનો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા

અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચ-અંક્લેશ્વર નેશનલ હાઇવે ઉપર ટોલ પ્લાઝા નજીક વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે બે ઈસમોને ઝડપી પાડી કુલ ૩૨ લાખનો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે

મહારાષ્ટ્ર પુના ખાતેથી કન્ટેનર નંબર-એમ.એચ.૦૪.કે.યુ.૩૮૭૨માં વિદેશી દારૂનો મોટો જથ્થો સુરત વડોદરા તરફ જવાનો છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચ-અંક્લેશ્વર નેશનલ હાઇવે ઉપર ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી ઉભી હતી તે દરમિયાન બાતમી વાળું કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૯૧૨૦ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૨૨.૨૪ લાખનો દારૂ અને કન્ટેનર મળી કુલ ૩૨.૨૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હરિયાણા ખાતે રહેતા ચાલક રમેશકુમાર શ્રીચંદ અમરસિંગ જાટ અને ક્લીનર રાજકુમાર ઉર્ફે મનીષ અશોકકુમારને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: