Satya Tv News

ભરૂચમાં દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

વિકટ પરિસ્થિતિમાં દીકરીઓએ પોતાની સુરક્ષા કઈ રીતે કરવી

અચાનક ઉભી થતી વિકટ પરિસ્થિતિમાં પોતાનું આત્મરક્ષણ માટે કાર્યક્રમ

મહિલાઓને માનસિક અને શારીરિક સુરક્ષા આપવામાં આવી

વિકટ પરિસ્થિતિમાં દીકરીઓએ પોતાની સુરક્ષા કઈ રીતે કરવી, અચાનક ઉભી થતી વિકટ પરિસ્થિતિમાં પોતાનું આત્મરક્ષણ કરી શકે તે માટે સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમો ચાલી રહ્યા છે. રાજ્યમાં 270 જેટલી નારી અદાલતો, 181ની અભયમ હેલ્પલાઇન અને એપ દ્વારા મહિલાઓને માનસિક અને શારીરિક સુરક્ષા આપવામાં આવી રહી છે.

ભરૂચના તુલસીધામ વિસ્તારમાં આવેલ અમરકુંજ સોસાયટીમાં દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં દીકરીઓ પર થતા અચાનક હુમલામાં આત્મરક્ષણ કરવાની જુદી જુદી ટેક્નીકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત દીકરીઓને તાલીમ પણ આપવામાં આવી હતી.
મહિલાદિનની ઉજવણી અંતર્ગત પવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા તથા નિહોન શોકોટોન કરાટે એસોસિયેશન ઇન્ડિયાના બ્લેકબેલ્ટ રાકેશભાઈના સાથ સહકારથી મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભરૂચ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, પવન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાપક ભાવિન પટેલ, જિલ્લા યોગ બોર્ડના દીપલબેન પટેલ તથા પોલીસ મહિલા પી.આઇ એન.એસ.વસાવા તથા મહિલા પી.એસ.આઇ પી.એન.વાઘેલા તથા મહિલા કાઉન્સેલર કિરણબેન તરફથી કાયદાકીય માહિતી આપી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: