Satya Tv News

અંકલેશ્વર પાલિકાનું મંગળવારે રજૂ થનારૂં બજેટ શું ફરી ગુબ્બારા સમાન બની રહેશે

પાલિકા વિરોધ પક્ષના નેતાએ બજેટને લઈ કાઢી ભડાસ

ગત ₹98 કરોડના જાહેર કરાયેલા બજેટમાંથી માત્ર ₹22 કરોડ વાપર્યા હોવાનો આક્ષેપ

અંકલેશ્વર નગર પાલિકા ખાતે મંગળવારે મળનારી બજેટ બેઠક ફરી 70 હજાર નગરજનોને હવા પુરનાર બની રહેનાર હોવાનું નિવેદન વિપક્ષી નેતાએ આપી ગંભીર આક્ષેપો કર્યા છે.

અંકલેશ્વર પાલિકાના વિરોધ પક્ષના નેતા કોંગ્રેસી જહાંગીર ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, પાલિકાના શાસકો પ્રજાને ગેરમાર્ગે દોરી બજેટના નામે માત્ર હવામાં ગુબ્બારા છોડે છે.ગત વર્ષના પાલિકા બજેટમાં ₹98 કરોડની જાહેરાત કરાઈ હતી. જેમાં ગત વર્ષે માત્ર ₹22 કરોડનું જ કામ શાસકોએ કર્યું છે. તેમાં પણ 10 થી 15 કરોડ તો આગળની પૂરાંતમાંથી ખર્ચો પડયો છે.આવી સ્થિતિમાં મંગળવારે રજૂ થનારું બજેટ ફરી તાયફા અને હવા પુરનાર બની ન રહે તે માટે બોર્ડ મિટિંગમાં નગરજનોએ આવી હિસાબ માંગવા જોઈએ તેવો સુર વિપક્ષે ઉઠાવ્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: