Satya Tv News

સુરતની વરાછા પોલીસે જુગારીઓને ઝડપી પાડ્યા

ઘનશ્યામ નગરમાં જુગાર રમતા 9 ઈસમોને ઝડપી પાડ્યા

28,120 મુદ્દામાલ પોલીસે કર્યો કબ્જે

સુરત માં જુગાર રમતા 9.જુગારીઓ ને વરાછા પોલીસે ઝડપી પાડયા હતા.જુગારીઓ ઘનશ્યામ નગરમાં ધાબા પર જુગાર રમી રહ્યા હતા.

સુરતમા વરાછા પોલીસે ઘનશ્યામ નગરમા શેરી નમ્બર 1 માં મકાન નંબર 27, 28માં છાપો મારી ધાબા પર જુગાર રમી રહેલા 9 ઇસ્માઓને ઝડપી પાડ્યા હતા.વરાછા સર્વેલન્સ સ્ટાફના દિવ્યેશ ભાઈને બાતમી મળી હતી કે ઘનશ્યામ નગર મા જાહેરમાં ધાબા પર જુગાર રમાઈ રહ્યો છે ત્યારે ત્યાં છાપો મારી અરુણ ગોવિંદ રાઠોડ,પ્રવીણ પરસોતમ ભાલોયા,નિલેશ ભૂપતસિંહ મકવાણા,ચંદુ ભોળાભાઈ ડાભી,ભરત પુના ભાઈ વેગડ,ઘનશ્યામ વિનુભાઈ ડોબરીયા, મહેશ ભુપત ભાઈ વાઘેલા,અલ્પેશ મધુ ભાઈ ગોહિલ,તુષાર છગનભાઇ પટોળીયાને ઝડપી પાડ્યા હતા સાથેજ આરોપીની અંગઝડતીના 19,900તેમજ દાવ પરના 8220 મળી કુલ રકમ 28,120નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત

error: