Satya Tv News

અંકલેશ્વર GIDCની આભૂષણ રેસી.ના રહીશોએ કર્યો ગાયત્રી યજ્ઞ

યુક્રેનમાં ફસાયેલમાં વિધાર્થીઓની સલામતી માટે કર્યો ગાયત્રી યજ્ઞ

મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર GIDCમાં આવેલ આભૂષણ સોસાયટીના રહીશોએ યુકેનમાં ફસાયેલ વિધાર્થીઓની સલામતી માટે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ.

અંકલેશ્વર જીઆઇડીસી રહેણાક વિસ્તારમાં આવેલા આભૂષણ રેસીડેન્સીના રહીશોએ યુધ્ધ ગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે ગાયત્રી યજ્ઞ નું આયોજન હાથ ધર્યું હતું.અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારના જલધારા ચોકડી વિસ્તારમાં આવેલ આભૂષણ રેસીડેન્સી ના રહીશોએ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ પરિસ્થિતિમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફરે અને સલામત રહે તેવી કામના સાથે ગાયત્રી યજ્ઞ નું વિશેષ આયોજન હાથ ધર્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: