Satya Tv News

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ

વિવિધ પોલીસ પોઈન્ટ પર વાહન ચેકિંગ હાથ ધર્યું

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી

15 માસ સુધી હેલ્મેટ અને સીટબેલ્ટ વગર ફરતા વાહનચાલકો પર પોલીસની બાજ નજર

અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા વિવિધ પોલીસ પોઈન્ટ પર વાહન ચેકિંગ હાથ ધરી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

રાજ્યમાં વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું કડક પણે પાલન કરે તે માટે 15મી માર્ચ સુધી હેલ્મેટ,સીટબેલ્ટની ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા અંકલેશ્વરની વાલિયા ચોકડી,ત્રણ રસ્તા સર્કલ,મહાવીર ટર્નિંગ સહિતના પોલીસ પોઈન્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ અને સીટબેલ્ટ વિના વાહન હંકારતા વાહન ચાલકો સામે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી અને વાહન ચાલકો પાસે દંડ વસૂલ કર્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: