Satya Tv News

અંકલેશ્વર GIDC ખાતે સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો.

અખિલ ગુજરાત દિગંબર જૈન મહિલા મંડળ દ્વારા યોજાયો કાર્યક્રમ

મોટી સંખ્યામાં મહિલાઓ રહી ઉપસ્થિત કરાયું સન્માન.

અંકલેશ્વર GIDC ખાતે અખિલ ગુજરાત દિગંબર જૈન મહિલા મંડળ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સુવર્ણ જયંતિ મહોત્સવની આયોજન કરવામાં આવ્યું હતુ.

આજદીને વિશ્વ મહિલા દિવસ નિમિતે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે.ત્યારે અંકલેશ્વર GIDCના AIA હોલ ખાતે અખિલ ગુજરાત દિગંબર જૈન મહિલા મંડળ દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. યોજવામાં આવશે સુવર્ણ જયંતિ પ્રસંગમાં પ્રજ્ઞા કલા મંચ પરથી બહેનો સસ્મિત અંતરના ઉમળકાથી બહેનોને આવકારમાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અરૂણકુમાર ઇન્દ્રશેન જૈન, અશોક જડાવચંદ ગાંધી ગીરાબેન સંજીવભાઇ શાહ ખાસ ઉપસ્થિત રહયા હતા.

વિડીયો જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: