Satya Tv News

Galaxy Surfactants Ltd, Jhagadia અને ગ્રામ પંચાયત તલોદરા દ્વારા રંદેડી ગામ જે ટલોદરા ગ્રૂપ ગ્રામ પંચાયત માં આવેલું છે ત્યાં ની બહેનો ની માંગણી ને માન આપી આજે વિશ્વ મહિલા દિવસ ના રોજ ૯૫ બાથરૂમ ની ભેટ સુપ્રત કરેલી છે..

ગામ માં survey ના આધાર થી નક્કી કરેલા ૯૫ મકાન કે જ્યાં બહેનો માટે નહાવા ની સુવિધા નો અભાવ હતો અને તેના થકી સુરક્ષા, શરમ, health and hygiene ના કેટલાક પ્રશ્નો ઉભા થતા હતા જેને ધ્યાન માં લઇ company દ્વારા બહેનો ની સુરક્ષા, સલામતી અને સમ્માન ને ધ્યાન માં રાખી ને આ અનોખો પ્રોજેક્ટ જેમાં ૯૫ ઘરો માં બાથરૂમ ની સુવિધા પાણી ની ટાંકી અને નળ સાથે આપવા માં આવેલી છે તે પૂરો થયેલો છે. તે બાથરૂમ આજ વિશ્વ મહિલા દિવસ ના રોજ ગામ ની બહેનો ને Galaxy Surfactants ltd ના Head CSR શ્રી આદર્શ નૈયર અને talodara ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી વિઠ્ઠલભાઈ વસાવા ના હસ્તે સુપ્રત કરવામાં આવ્યા છે..

આજ પ્રોજેક્ટ ના અંતર્ગત ગામ ની સંસ્થા પર્યાવરણ foundation દ્વારા દરેક લાભાર્થી ને ડોલ અને ડબલું સહિત ની બાથરૂમ કીટ નું પણ વિતરણ કરવામાં આવ્યું.

વિડિઓ જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: