Satya Tv News

સાગબારા તાલુકાના પાંચપીપરી ગામના ઉષાબેન દિનેશભાઈ વસાવાને ઓર્ગેનિક ખેતીમાં યોગદાન અને સામાજિક ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ‘ નારી શક્તિ પુરસ્કાર 2020 ‘ એવોર્ડ આપવામાં આવ્યો છે. ઉષાબેન વસાવાની સામાજિક તેમજ મહિલા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી, ટેકનોલોજી અને ખાતરનો ઉપયોગ ક્ષેત્રે કરેલી ઉત્તમ કામગીરીની સરકારે નોંધ લીધી છે. ઉષાબેન આગાખાન સંસ્થાના સહયોગથી ચાલતા મહિલા મંચ સાગબારાના પ્રતિનિધિ છે.

મહિલા મંડળો સાથે બહેનોને હક અધિકાર અપાવવા,બહેનોના નામે જમીન કરાવવા,બહેનોને આજીવિકા માં સુધારો થાય તે માટે સરકારી વિભાગો સાથે સતત સંકલનમાં રહી તેમને દરેક યોજનાના લાભ અપાવવા, જરૂરિયાત મંદ લોકોને માહિતી આપવા, ઘરેલુ હિંસાના કિસ્સામાં પોલીસ સ્ટેશન,કોર્ટ કે ગ્રામ પંચાયત સાથે રહીને ઉકેલ કરાવવા, બાળ લગ્ન અટકાવવા, સજીવ ખેતી કરાવીને વિસરાતું અનાજને પાછું લાવવા, મહિલા સંગઠન થકી બીજ બેન્ક ઉભી કરવા, સ્ત્રી રોગ માટે આરોગ્ય કેમ્પ રાખવા વગેરે જેવા કામો કરે છે.

આજની મહિલાઓએ પગભર થવું જોઈએ. જેથી કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે. દીકરીઓને બાળપણથી જ નીડર, ઝાંબાઝ અને મજબૂત બનાવો. સાસરે ગયા પછી પણ તેને આગળ ભણવાની ને આગળ અવવાની તક આપો. નબળી છું, અબળા છુ, મહિલા છું મારાથી આ કામ ન થાય એવું ક્યારેય ન વિચારવું. મારા આ એવૉર્ડનો શ્રેય મને ઘરના ચૂલાથી બહાર લાવી મહિલા સગઠનમાં લાવનાર આગાખાન સંસ્થા, નવજીવન સંગઠન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા જેમણે એવૉર્ડ માટેના તમામ દસ્તાવેજીકરણ માં મદદ કરી. દરેક સમયે મને સાથ આપનાર મારા પતિ દિનેશભાઈ ને જેમને ઘરથી બહાર જવામાં રોક્યા હોત તો આ પરિણામ ન મળ્યું હોત.

error: