સાંપ્રત સમયમાં એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યા છે અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે ત્યારે ઈલેક્ટ્રીક વ્હીકલ્સ વાપરવાનો સમય આવી ગયો છે. જેને અનુલક્ષીને અંકલેશ્વર ખાતે કાઇનેટિક કંપની દ્વારા નિર્મિત ઈલેક્ટ્રીક ટુ વ્હીલર તેમજ ટેમ્પો સહિતના વાહનોના શોરૂમનો શુભારંભ થયો હતો.
તિરુપતિ ઓટોમેટીક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ભરૂચ જિલ્લામાં કાઇનેટિક કંપની ઇલેક્ટ્રિક વ્હીકલ રેન્જની ડીલરશીપ લોન્ચ કરવામાં આવી છે આ શો રૂમ નો શુભારંભ શનિવાર ના રોજ અંકલેશ્વર ગડખોલ પાટીયા સ્થિત ગોલ્ડન પામ કોમ્પ્લેક્સ ખાતે કરાયો હતો. આ શો રૂમ નું ઉદ્ઘાટન અંકલેશ્વર-હાંસોટ ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના વરદ હસ્તે કરાયું હતું આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અનિલ પટેલ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા અને અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને શોરૂમ ના માલિક નિર્મલ શાહ પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં પર્યાવરણની જાળવણી આપણા સૌનું પ્રથમ કર્તવ્ય છે અને કાઇનેટિક કંપની આ દિશામાં આગળ વધી રહી છે ત્યારે અંકલેશ્વરમાં ઇકો ફ્રેન્ડલી વાહનોની ડીલરશીપ આવતા આનંદ અનુભવું છું. લોકો પણ આનો લાભ લે તે જરૂરી છે.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ઈલેક્ટ્રીક વહીકલ ના ગ્રાહકો સમાજ મિત્રો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.