Satya Tv News

જનસેવા સંગઠન ભારત ની સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ૐ સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા જનસેવા સંગઠન ગોંડલ દ્વારા આયોજીત ૨૦ માર્ચ ચકલી દિવસે ચકલી માળા તથા પાણી કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું. ચકલી બચાવો અભિયાન 2022 અંતર્ગત આજે ગોંડલ માં ચકલી દિવસ ના દિવસે પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ જનસેવા સંગઠન ટીમ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો, જેમાં બન્ટીભાઈ, મહેશભાઈ, રાજુભાઈ વિનેશભાઈ તથા યજ્ઞેશભાઈ વગેરે સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

error: