Satya Tv News

કર્ણાટક સરકારે હિજાબ વિવાદ મુદ્દે ચુકાદો આપનારા હાઈકોર્ટના ન્યાયાધીશોને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો. ન્યાયાધીશોને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલે પોલીસે 3 લોકો વિરૂદ્ધ કેસ પણ દાખલ કર્યો છે. એક વાયરલ વીડિયોને લઈ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

ગત 15 માર્ચના રોજ કર્ણાટક હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં યુનિફોર્મને લઈ રાજ્ય સરકારના આદેશને બરકરાર રાખ્યો હતો. સાથે જ એમ પણ કહ્યું હતું કે, ઈસ્લામમાં હિજાબ અનિવાર્ય પ્રથા નથી.

કર્ણાટકના મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈએ કહ્યું કે, ‘અમે હિજાબ મુદ્દે ચુકાદો આપનારા ત્રણેય જજને Y કેટેગરીની સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. મેં DG અને IGને વિધાનસૌધા થાણા ખાતે નોંધાયેલી ફરિયાદ પર તપાસના આદેશ આપ્યા છે જેમાં કેટલાક લોકોએ ન્યાયાધીશોને જાનથી મારી નાખવાની ધમકી આપેલી.’

ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અવસ્થી, જસ્ટિસ કૃષ્ણા દીક્ષિત અને કાજી એમ જૈબુન્નિસાની 3 સદસ્યોવાળી બેન્ચે હિજાબ મામલે ચુકાદો આપ્યો હતો.

error: