છેલ્લા બે વર્ષમાં મહારાષ્ટ્રે 38.16 કરોડ જ્યારે રાજસ્થાને 12.41 કરોડ રૂપિયા જ આપ્યા છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના તૈયાર થઈ ચુકી છે અને તેના સુફળ ખેડૂતોને અને જનતાને મળી રહ્યા છે ત્યારે નર્મદા યોજના સાચા અર્થમા ગુજરાતની જીવાદોરી બની છે. પણ નર્મદા નદી જે ત્રણ રાજ્યોમાંથી પસાર થાય છે તે ત્રણ ભાગીદાર રાજ્યોએ ગુજરાતને નિયમનુસાર નાણાં ચૂકવવામા અખાડા કરી રહી છે. જાણીને નવાઈ લાગશે કે નર્મદાના સહભાગી રાજ્યો પાસેથી ગુજરાતને 7 હજાર કરોડથી વધુ રૂપિયા લેવાના બાકીછે. આ અંગેની સત્તાવાર વિધાનસભામા ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આપવામાં આવ્યો છે.
સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટના સહભાગી રાજ્યોએ હજી ગુજરાતને 7 હજાર કરોડ રૂપિયા ઉપરાંતની રકમ ચૂકવવાની બાકી છે. ભાજપ શાસિત રાજ્ય મધ્યપ્રદેશના જ 5 હજાર કરોડ રૂપિયા બાકી છે. ગુજરાત વિધાનસભામાં ખૂદ સરકારે આ વાતની કબૂલાત કરી છે.
કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલ દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્યએ અન્ય 3 સહભાગી રાજ્યો પાસેથી મૂડી શેર ખર્ચ, કામગીરી અને જાળવણી ખર્ચ પેટે 7,225.10 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે.
…………………………………
કયા રાજ્ય પાસેથી કેટલી વસૂલાત બાકી?:-
મધ્યપ્રદેશ – 4,953.42 કરોડ
મહારાષ્ટ્ર – 1,715.67 કરોડ
રાજસ્થાન – 556.01 કરોડ
……………………………….
છેલ્લા બે વર્ષમાં મહારાષ્ટ્રે 38.16 કરોડ જ્યારે રાજસ્થાને 12.41 કરોડ રૂપિયા જ આપ્યા છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા આ સમયગાળામાં કોઈ ચૂકવણી કરવામાં આવી નથી.
સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ત્રણેય રાજ્યો પાસેથી બાકી રકમ વસૂલવા માટે રાજ્ય સરકારે ઓક્ટોબર 2021 અને જાન્યુઆરી 2022માં નર્મદા નિયંત્રણ સત્તામંડળની બેઠકોમાં રજૂઆતો કરી હતી.
આ બાબતે ઝડપી નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા એક સમિતિ અને એક પેટા જૂથ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં ચારેય સહભાગી રાજ્યોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા