અંકલેશ્વરના જીતાલી ગામે રમત રમતા 4 વર્ષના બાળકને સાપે ડંખ દીધા બાદ તેનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું છે.
અંકલેશ્વરના જીતાલી ગામે નવીનગરીમાં રહેતા ઉપેન્દ્ર ભાઈ વસાવાનો 4 વર્ષનો દિકરો પ્રતીક 25 માર્ચે અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. જેને સાપે જમણા પગે ડંશ દેતા જ્યાબેન મોદી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે સુરત સિવિલમાં ખસેડાતા તેનું મૃત્યુ થયું હતું. રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.