Satya Tv News

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં નજીવા મુદ્દે ત્રણ મહિલા સહીત ચાર ઈસમોએ માતા-પુત્રીને મારમારી મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સાંઈ દર્શન સોસાયટીમાં રહેતી મંજુલાબેન વિપુલ મકડીયાના બાળકો ઘરની બહાર ક્રિકેટ રમી રહ્યા હતા તે દરમિયાન 2 વર્ષની નાની બાળકીએ બોલ લઈ લીધો હતો જે લેવા નક્ષ ગયો હતો તે દરમિયાન પ્રીતિબેન રાજેશગિરિ,સીનમબેન મનોજ યાદવ,ગુડનદેવી અને રાજેશગિરિ બાળક અને તેની માતાને તમે નીચી જાતિના છો તેમ કહી અપશબ્દો ઉચ્ચારી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા મારામારી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: