પરિવાર મકાન બંધ કરી બહાર ગામ ગયો હતો
અંકલેશ્વરના નવી દીવી ગામ રોડ પર આવેલ તુલસીધામ સોસાયટી માં રહેતા કૃણાલ શાંતિલાલ રાણા ગત રોજ પરિવાર સાથે ઘર બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગામ ગયા હતા તે સમયે તસ્કરો એ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના મુખ્ય દરવાજા નો નકુચો અને તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલા વિવિધ રૂમ માં સમાન વેર વિખેર કરી તિજોરી આ રહેલા લોકર તોડી તેમજ મંદિર માં રહેલા ખાના માં મુકેલા સોના-ચાંદી ના દાગીના અને રોકડ રૂપિયા 25000 મળી અંદાજે 1.75 લાખ રૂપિયા ઉપરાંતની મત્તા પર હાથફેરો કરી ગયા હતા
સવારે તેઓ પરત આવતા ઘરમાં ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ફરિયાદ આધારે ગુનો નોંધવાની તજવીજ આરંભી ડોગ સ્કોર્ડ,એફ.એસ.એલની મદદથી વધુ તપાસ આરંભી હતી.