ચીનમાં કોરોના વાયરસ બે વર્ષમાં પહેલી વાર બધા જ 31 પ્રાંતમાં ફેલાઈ ચૂકતો છે. ચીને કોરોના પર કાબૂ મેળવવા માટે ઝીરો કોવિડ પીલિસી અમલમાં મૂકી હતી, જે ફેલ સાબિત થઇ રહી છે. કોરોનાનાં નવા વેરીયંટ ઓમિક્રોન સંક્રમિતોનાં આંકડા 62 હજારથી વધારે મળ્યા છે. આવામાં ચીનની આર્થિક રાજધાની શંઘાઈ સહીત 5 શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
ચીનનાં વ્યાવસાયિક હબ શંઘાઈમાં આવતા શુક્રવાર સુધી પૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. બેંકિંગ અને અન્ય ગતિવિધિઓ અટકે નહી, એટલા માટે શંઘાઈનાં લગભગ 20 હજાર બેન્કર્સ ઓફિસમાં જ રહી રહ્યા છે અને ત્યાં જ સુવે છે. સરકાર તરફથી તેમના ખાવાપીવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
ચીન દુનિયાના સૌથી વધારે વેક્સીન લગાવનાર દેશોમાં સામેલ છે. ચીનમાં 88%થી વધારે લોકોને કોરોના વેક્સીનના ડબલ ડોઝ લાગી ચુક્યા છે, પરંતુ આમ છતાં પણ વૃદ્ધો એટલે કે 60 વર્ષથી વધારે ઉંમરનાં માત્ર 52% લોકોને જ ડબલ ડોઝ અપાયા છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એક્સપર્ટ ડૉ. આર આર ગંગાખેડકરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વાયરસ જેટલું વધારે મ્યૂટેશન કરે છે, તેટલો ખતરો પણ વધે છે. તેમણે કહ્યું હતું કે ચીનમાં કોવિડ આઉટબ્રેક ભારતને પણ નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે ત્યાની કોરોના સ્થિતિ પર નજાર રાખવાની જરૂર છે. સાથે જ ચીન તેમજ અન્ય દેશમાં ફેલાય રહેલા કોરોનાને કારણે ભારત પર આવનાર ખતરા પર ઘણા એક્સપર્ટ પોતાના વિચારો રજુ કરી ચુક્યા છે અને મોટાભાગનાં એક્સપર્ટનું એ જ માનવું છે કે ભારતે પણ સતર્ક રહેવું પડશે.