Satya Tv News

અંકલેશ્વરના પુનગામ,જુના દિવા,પીરામણ સહિત પાંચ સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર મળી કુલ 1.82 લાખથી મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વર તાલુકામા વીજ ટ્રાન્સફોર્મરની ચોરીની ઘટના સામે આવી છે ત્યારે અંકલેશ્વરના પુનગામની સીમમાં રિલાયન્સ જી.ઓ.કંપનીએ વીજ ટ્રાન્સફોર્મર મુકાવ્યું છે જેઓના વીજ ટ્રાન્સફોર્મરને ચોરોએ નિશાન બનાવ્યું હતું અને વીજ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ઢોળી, સ્તડ તોડી અને કોઈલની મળી કુલ 22 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ જ્યારે આવી જ રીતે જુના દિવા,જુના બોરભાઠા બેટ,જૂની સુરવાડી અને પીરામણ ગામની સીમમાં મળી 7 સ્થળોએથી વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર,ઓઇલ મળી કુલ 1.82 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: