Satya Tv News

અંકલેશ્વરના ઉંમરવાડા રેલવે ક્રોસિંગ પાસેથી ઓ.એન.જી.સી.કુવાની બાઉન્ડ્રીમાંથી કોર વાયરો મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામની હદમાં આવેલ ઓ.એન.જી.સી.ના કુવાનું રીપેરીંગ કરવાનું કામ ઓ.એન.જી.સી કંપની દ્વારા મેઘા એન્જીનીયરીંગ ઈંફાસ્ટકચર લિમિટેડ આપવામાં આવ્યું છે જે કંપની દ્વારા કોર વાયર નાખવાની કામગીરી ચાલી રહી છે જે સાઇટ પર આવેલ ઉંમરવાડા રેલવે ક્રોસિંગથી ઓ.એન.જી.સીના કુવાની બાઉન્ડ્રીમાંથી કોર વાયર મળી કુલ 2 લાખથી વધુનો મુદ્દામાલ અજાણ્યા ઈસમો તારીખ-12મી માર્ચ અને 28 માર્ચના રોજ રાતે ત્રાટકી ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: