Satya Tv News

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પૂર્વ નાયબ કલેકટર નિલેશ દુબેનો આદિવાસી સમાજ વિરુદ્ધની ટિપ્પણી કરતો ઓડિયો વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો હતો.જેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માગ કરાઈ હતી. દરમિયાન ગુજરાત સરકારે નિલેશ દુબેને સસ્પેન્ડ કર્યા હતા. નિલેશ દુબેને સસ્પેન્ડ કર્યા બાદ મામલો થાળે પડશે એવી તંત્રની ધારણા ખોટી પડી છે.

નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધવાની માગ સાથે કેવડિયા બચાઓ આંદોલન સમિતિના નેજા હેઠળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા, કેવડિયા બચાઓ આંદોલન સમિતિના ડો.પ્રફુલ્લ વસાવા, રાજ વસાવા સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતના મોટી સંખ્યામાં હાજર આદિવાસી આગેવાનોએ નર્મદા કલેકટરને રજુઆત કરી હતી. મહારાષ્ટ્રના આગેવાનોએ ચીમકી આપી હતી કે જો નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નહિ નોંધાય તો ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર રસ્તા રોકો આંદોલન કરીશું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી એ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આદિવાસી સમાજ સાથે છે કે નિલેશ દુબે સાથે એની ચોખવટ કરે.

સરકાર આદિવાસી સમાજની અનદેખી કરી નિલેશ દુબેને છાવરે છે, સરકાર કાયદાને ઘોળીને પી ગઈ છે. જ્યારે ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે જો અમને ન્યાય નહિ મળે તો આખો આદિવાસી સમાજ રોડ પર ઉતરી પડશે.નર્મદા જિલ્લામાં કાયદાનું ઉલ્લંઘન થાય છે એની માટે વહીવટીતંત્ર અને પોલીસ જવાબદાર છે. જો આદિવાસીઓ કાયદાની ઉપરવટ જાય તો લાઠીચાર્જ કરાય અને ન્યાય માટે આગળ આવે તો ફરિયાદ લેવાતી નથી. જેથી ઉપસ્થિત આગેવાનોએ નિલેશ દુબે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માગ કરાઈ હતી.

error: