Satya Tv News

રોશન સોસાયટી પાસેથી ગેરકાયદેસર પશુ માસનું કરવામાં આવ્યું હતું વેચાણ
કુલ 38 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર શહેર પોલીસે હવા મહેલ વિસ્તારમાં આવેલ રોશન સોસાયટી પાસેથી પતરાની કેબીનમાંથી ગૌ માસના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર શહેર પોલીસને ગૌ રક્ષક મારફતે બાતમી મળી હતી કે હવા મહેલ વિસ્તારમાં આવેલ રોશન સોસાયટી પાસેથી પતરાની કેબીનમાં ગેરકાયદેસર પશુ માસનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાઅને પગલે કેબિનમાં પશુ માસનું વેચાણ કરતા બે ઈસમો ભાગવા જતા પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતા અને કેબિનમાં તપાસ કરતા તેમાંથી માસનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે ઝડપાયેલ ઈસમોની પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહિ આવતા પોલીસે 46 કિલો 640 ગ્રામ માસ અને સાધનો તેમજ વાન મળી કુલ 38 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને શંકાસ્પદ માસના સેમ્પલ લઇ એફ.એસ.એફમાં નિરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા જે બાદ એફ.એસ.એફના નિરીક્ષણમાં ગૌ માસ હોવાનો અભિપ્રાય આપવામાં આવતા પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ દાતાર નગર મસ્જિદ પાસે રહેતો મોહંમદ રફીક ફકીર મહંમદ કુરેશી અને અબ્દુલ રજાક રફીક કુરેશીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: