Satya Tv News

અંકલેશ્વરના N.H. 48 પર પરિવાર હોટેલ પાસેથી 450 લીટર ડીઝલની ચોરી

ટ્રક ચાલકે બે ટ્રકમાંથી 45 હજારના ડીઝલ ચોરીની નોંધાવી ફરિયાદ

ટ્રક ચાલકે હોટેલના સિક્યુરિટી ગાર્ડની મિલીભગતના કર્યા આક્ષેપ

તાલુકા પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ હોટલ પરિવાર પાસેથી બે ટ્રકમાંથી સિક્યુરિટી ગાર્ડની મીલીભગતથી રૂપિયા 45 હજારના ડીઝલની ચોરીના એક્સ સાથે તાલુકા પોલીસ મથકમાં અરજીરૂપી ફરિયાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના N.H. 48 પર આવેલ પરિવાર હોટેલ પર રાજસ્થાનના ટ્રક ચાલક મોહનલાલ રૂપાજી ગાર્ડી ટ્રક નંબર-આર.જે.૨૭.જી.સી.૪૬૨૮ અને ટ્રક નંબર-આર.જે.૨૭.જી.સી.૪૬૩૦ લઇ અન્ય ચાલક સાથે બારડોલી ખાતે સામાન ખાલી કરી ટ્રક પાર્ક કરી સુઈ ગયા હતા. તે દરમિયાન રાતે અજાણ્યા ઈસમોએ બંને ટ્રકના ડીઝલ ટેન્કમાંથી ૪૫૦ લીટર ડીઝલ મળી કુલ ૪૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે દરમિયાન મધરાતે બંને ટ્રક ચાલકો ટ્રક લઇ નીકળ્યા હતા અને માંડ થોડે દુર જતા ટ્રકમાં એર આવતા ચાલકને ડીઝલ ન હોવાનું માલુમ પડ્યું હતુ. જેને લઇ ડીઝલ ચોરી અંગે ટ્રક ચાલકે તાલુકા પોલીસ મથક ખાતે અરજીરૂપી ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હોટલના સિક્યુરિટી ગાર્ડની મિલીભગતને પગલે ડીઝલ ચોરી થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: