Satya Tv News

અંકલેશ્વર શહેર પોલીસે બે અલગ અલગ સ્થળોએથી દેશી દારૂ અને વોશના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય એક ફરાર થઇ ગયો હતો

અંકલેશ્વરના આંબોલી ગામના મંદિર ફળિયામાં રહેતો બુટલેગર નરસી છના વસાવા બોઈદરા ગામના ઓડ ફળીયા પાછળ ખાડી કિનારે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દારૂ બનાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 15 લીટર દારૂ અને 130 લીટર વોશનો જથ્થો કબ્જે કર્યો હતો જ્યારે બુટલેગર ફરાર થઇ ગયો હતો જ્યારે અમરતપરા ગામના મોટા ફળિયામાં રહેતો બુટલેગર પ્રવીણ ચંદુ વસાવા અમરાવતી ખાડી કિનારે દેશી દારૂની ભઠ્ઠી પર દારૂ બનાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી 6 લીટર દારૂ અને 200 લીટર વોશના જથ્થા સાથે બુટલેગર ઝડપી પાડ્યો હતો આમ પોલીસે બે સ્થળોએથી 330 લીટર વોશ અને 21 લીટર દારૂ મળી કુલ 1400 થી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે

error: