અંકલેશ્વર પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરને પેરોલ ફર્લો પોલીસે ઝડપી પાડ્યો
બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસે ગોઠવી હતી વોચ
આરોપી પ્રોહિબિશન એકટના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવ્યું
અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરને પેરોલ ફર્લો પોલીસે ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર શહેર વલસાડ પારડી પોલીસ મથકનો નાસ્તો ફરતો આરોપી અંકલેશ્વર પ્રતિન ચોકડ ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ઇસમ આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તેને શહેર પોલીસના પ્રોહિબિશન એકટના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવ્યું હતું પોલીસે કામરેજના ધોરણ પારડી ગામના પારસી ફળિયામાં રહેતો વિજય હસમુખ વસાવાને ઝડપી પાડ્યો હતો.
વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર