શું તમે પણ યુટ્યૂબ કે ફેસબુક પર વીડિયો જોતી વખતે બફરિંગ થવાથી પરેશાન છો? જો જવાબ હા છે, તો ટૂંક સમયમાં તમારી બધી સમસ્યાઓનો અંત આવવાનો છે. વાસ્તવમાં ટેલિકોમમંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા અઠવાડિયે કહ્યું હતું કે ઓગસ્ટના અંત સુધીમાં ‘5G’ ઇન્ટરનેટ શરૂ કરવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું હતું કે સ્પેક્ટ્રમનું વેચાણ શરૂ થઈ ગયું છે અને જૂન સુધીમાં પ્રક્રિયા પૂરી થવાની શક્યતા છે.
ટેલિકોમમંત્રી અશ્વિની વૈષ્ણવે 5G ઈન્ટરનેટની શરૂઆતને લઈને મહત્ત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું હતું કે મેના પ્રથમ સપ્તાહમાં ઓક્શન અંગે ડિજિટલ કોમ્યુનિકેશન કમિટીની બેઠક યોજાવાની છે. DCC ટેલિકોમ સેક્ટરમાં નિર્ણય લેનારી સૌથી મોટી સંસ્થા છે.
વૈષ્ણવે એમ કહ્યું છે કે TRAIએ 1 લાખ મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમના 7.5 લાખ કરોડ રૂપિયામાં હરાજી કરવા સરકારને ભલામણ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેની વેલિડિટી 30 વર્ષની રહેશે. સરકારી સ્તરે આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ઈન્ટરનેટ માટે વપરાતો ‘G’ એટલે જનરેશન થાય છે, જેમ કે પ્રથમ જનરેશનના ઇન્ટરનેટને 1G કહેવામાં આવે છે. વર્ષ 1979માં શરૂ થયેલા ઈન્ટરનેટને 1G જનરેશન કહેવાય છે, જેનો 1984 સુધીમાં વિશ્વભરમાં વિસ્તાર થયો હતો.
એ જ રીતે 2G ઈન્ટરનેટ 1991માં લોન્ચ કરવામાં આવ્યું હતું. 2G ઇન્ટરનેટની સ્પીડ 1G કરતાં વધુ હતી. એક તરફ જ્યાં 1Gની સ્પીડ 2.4 Kbps હતી, જ્યારે 2G ઇન્ટરનેટની સ્પીડ હવે વધીને 64 Kbps થઈ ગઈ છે.
આ પછી 1998માં 3G ઇન્ટરનેટ, 2008માં 4G અને 2019માં 5G ઇન્ટરનેટ લોન્ચ થયું. ભલે 5G ઇન્ટરનેટ 2019માં જ લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ એ 11 વર્ષ બાદ હવે ભારતમાં એની શરૂઆત થવા જઈ રહ્યું છે.
5G ઇન્ટરનેટ 4Gથી શું અને કેવી રીતે અલગ છે?
ઇન્ટરનેટ નેટવર્કની પાંચમી જનરેશનને 5G કહેવામાં આવે છે. એ વાયરલેસ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા છે. જે તરંગો દ્વારા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે. એમાં મુખ્ય રીતે ત્રણ પ્રકારના ફ્રિક્વન્સી બેન્ડ છે.
- લો ફ્રિક્વન્સી બેન્ડ- એરિયા કવરેજમાં શ્રેષ્ઠ, ઈન્ટરનેટ સ્પીડ 100 Mbps, ઈન્ટરનેટ સ્પીડ ઓછી
- મિડ ફ્રિકવન્સી બેન્ડ- ઈન્ટરનેટ સ્પીડ લો બેન્ડ કરતાં 1.5 Gbps વધુ, વિસ્તાર કવરેજ લો ફ્રિકવન્સી બેન્ડ, સિગ્નલની દૃષ્ટિએ સારું
- હાઈ ફ્રિકવન્સી બેન્ડ- ઈન્ટરનેટ સ્પીડ મહત્તમ 20 Gbps, સૌથી ઓછો વિસ્તાર કવર, સિગ્નલની દૃષ્ટિએ પણ સારું છે.
5G ઈન્ટરનેટ સેવાની શરૂઆતથી ભારતમાં ઘણુંબધું બદલાવાનું છે. આનાથી લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં, મનોરંજન અને સંદેશવ્યવહારના ક્ષેત્રમાં પણ ઘણુંબધું બદલાશે. એરિક્સન, 5G માટે કામ કરતી કંપનીનું માનવું છે કે ભારતમાં 5 વર્ષમાં 50 કરોડથી વધુ 5G ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હશે. જાણો 5G ની શરૂઆતથી લોકોને શું ફાયદો થશે?