Satya Tv News

મકાનની અગાસીની લોખંડની સીડી ઉપર કાપડ વડે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત


અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર રાજપીપલા રોડ સ્થિત અંબિકા રેસીડેન્સીમાં ૨૨ વર્ષિય યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો

અંકલેશ્વર રાજપીપલા રોડ સ્થિત અંબિકા રેસીડેન્સીમાં રહેતા ૨૨ વર્ષીય આકાશ ચોકશેએ ગત રાત્રિ દરમ્યાન કોઇ પણ સમયે પોતાના મકાનની અગાસીની લોખંડની સીડી ઉપર કાપડ વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ અંગેની જાણ પરિવારનાજનોએ શહેર પોલીસ મથકે કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

error: