અંકલેશ્વરના તાડફળીયા કુખ્યાત જુગારી વિજય વસાવાને પોલીસના દરોડા
પોલીસે 11 જુગારીયાઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા
પોલીસે રૂપિયા 1.18લાખનો મુદામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી
કુખ્યાત જુગારી અને બુટલેગર વિજય વસાવા પોલીસને ચકમો આપી ફરાર ફરાર
અંકલેશ્વર શહેર પોલીસે તાડફળિયા વિસ્તારમાં જુગાર રમાડતા કુખ્યાત જુગારી અને બુટલગેર વિજય વસાવાના ત્યાં દરોડા પાડયા હતા. જ્યાં પોલીસે જુગાર રમતા 11 જુગારીયાઓને 1.18 લાખથી વધુના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કુખ્યાત જુગારી અને બુટલેગર પોલીસને ચકમો આપી ફરાર થઇ જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
અંકલેશ્વર શહેરના તાડ ફળિયામાં રહેતો કુખ્યાત જુગારી અને બુટલેગર વિજય દલપત વસાવા ઝુંપડપટ્ટી પાછળ તળાવ પાસે જુગારધામ ચલાવી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 20 હજાર અને સાત મોબાઈલ ફોન તેમજ ત્રણ બાઈક મળી કુલ 1.18 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ચૌટાનાકા પાસે આવેલ પુનિત નગરમાં રહેતો જુગારી નરેશ રમન વસાવા, સહીત અંકલેશ્વરના વિવિધ વિસ્તારમાં રહેતા હરેશકુમાર ગોરધન પાટણવાડીયા,સોકતઅલી જાફરઅલી સૈયદ,કાળીયા વસાવા,હસમુખ હીરાલાલ ટાંક,રામસીનેહિ ગીલુવા વર્મા સહીત 11 જુગારીયાઓને ઝડપી પાડયા હતા.
જયારે મુખ્ય સૂત્રધાર કુખ્યાત જુગારી અને બુટલેગર વિજય વસાવા પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર