અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત જલારામ મંદિર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વરના અંદાડાના વાઘી રોડ ઉપર આવેલ નરનારાયણ સોસાયટીમાં રહેતા કમલકુમાર ગજાદર ચૌહાણએ પોતાની કેટીએમ બાઈક નંબર-જી.જે.16.સી.એફ.9175 ગત તારીખ-5મી મેના રોજ અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ જલારામ મંદિર પાસે પાર્ક કરી નોકરી પર ગયા હતા તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 75 હજારની બાઇકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બાઈઓ ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે