અંકલેશ્વરના તાડ ફળીયાના કુખ્યાત જુગારી વિજય વસાવાને ત્યાં ભરૂચ LCBના દરોડા
શહેર પોલીસે બે દિવસ અગાઉ જ દરોડા પાડી 11 જુગારીને કર્યા હતા જેલભેગા
LCB પોલીસે આંઠ જુગારીને ઝડપી પાડી 24 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબ્જે
મુખ્ય સૂત્રધાર વિજય વસાવા ભરૂચ LCBને પણ ચકમો આપી ફરાર
શહેર પોલીસે તમામ જુગારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વર શહેરના તાડ ફળિયામાં રહેતા કુખ્યાત જુગારી અને બુટલેગર વિજય વસાવાના જુગારધામ પર અંકલેશ્વર શહેર બાદ ભરૂચ LCB પોલીસે પણ દરોડા પાડયા હતા. LCB પોલીસે આંઠ જુગારીયાઓને ઝડપી પાડી રૂપિયા 24 હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે કર્યો હતો, જોકે મુખ્ય સૂત્રધાર વિજય વસાવા ભરૂચ LCBને પણ ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.
અંકલેશ્વર શહેરના તાડફળીયામાં જુગારધામ ચાલવતા કુખ્યાત જુગારી અને બુટલેગર વિજય વસાવાને ત્યાં દરોડા શહેર પોલીસે બે દિવસ અગાઉ જ દરોડા પાડી 11 જુગારીયાઓને ઝડપી પાડયા હતા. જેમાં મુખ્ય સૂત્રધાર વિજય વસાવા પોલીસને ચકમો આપી ફરાર થયો હતો. જે બાદ ગતરોજ ભરૂચ LCB પોલીસે તાડફળીયામાં જુગારધામ ચલાવતો વિજય વસાવાને ત્યાં બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડયો હતો. LCB પોલીસે જુગાર રમતા સુનિલ પરસોત્તમ ભોજવાણી, ફૈયાઝ હુશેન અબ્દુલ શેખ, અજય મનહર વસાવા, કનુ ગુમાન ચૌધરી, જાવેદ ગુલામ સિંધી, અરવિંદ ઈશ્વર ભાલીયા, વિઠ્ઠલ ભયજી ઠાકરડા, પ્રફુલ જીવણલાલ બારોટને ઝડપી પાડી 21 હજાર એક સોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
નોંધનીય છે કે આ દરોડા દરમિયાન પણ જુગારધામ ચલાવતો કુખ્યાત બુટલેગર વિજય વસાવા ભરૂચ LCB પોલીસને પણ ચકમો આપી ફરાર થવા સફળ રહ્યો હતો. પોલીસે તેને બંને કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર