અંકલેશ્વર મહિલાને સોનુ ચમકાવી આપવાનું કહી બે ગઠિયા સોનુ લઇ ફરાર
કહી બન્ને ઈસમો પાંચ તોલા સોનુ લઈને ફરાર
બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સજાનંદ એપાર્ટમેન્ટમાં મહિલાને સોનુ ચમકાવી આપવાનું કહી બે ગઠિયા પાંચ તોલા સોનુ લઇ ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પૂર્ણિમાબેન દવે ઘરે એકલા હતા તે સમયે બે ઈસમો આવ્યા હતા અને તેઓએ મહિલાને સોનુ ચમકાવી આપવા કહી ચાંદીની વાડકી ચકચકિત કરી આપતા મહિલાએ વિશ્વાસમાં આવી સોનાની ચેઇન, બે સોનાના પાટલા અને મંગળસૂત્ર પણ કઢાવી લીધુ હતું.અને લાલ રંગનું કેમિકલ લગાવી મહિલાને તુરત કૂકરમાં પાણી ગરમ કરી હળદર નાખી બે સિટી વગાડવા કહ્યું હતું. અને કૂકરમાં સોનાના દાગીના ભેજાબાજોએ નાખી દીધા હતા.અને પાંચ મિનિટમાં આવ્યે છે તેમ કહી બન્ને ઈસમો પાંચ તોલા સોનુ લઈને ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
વિડિઓ જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર