Satya Tv News

મૂળ બનાસકાંઠાનો અને હાલ અંકલેશ્વરના નૌગામાં સીમમાં આવેલ નેશનલ હાઇવે ઉપરની સ્થિત બેન્સન હોટલના મેનેજર મહંમદ મુનાફ હુસેનખાન સિંધી ગત તારીખ-8મી મેના હોટલ પર હતા તે દરમિયાન તેઓની હોટલની બાજુમાં રહેલ ગિફ્ટ સ્ટોરમાં નોકરી કરતો મુહદિશ દાઉવા ગિફ્ટ સ્ટોર પર હાજર હતો તે સમયે સ્વીફ્ટ ગાડી તેઓની હોટલ પર આવી હતી જેમાંથી બે પુરુષ અને મહિલા નીચે ઉતર્યા હતા જેઓએ સ્ટોરના કામદારને વિદેશી નાગરિક હોવાનું કહી અંદર પ્રવેશ કરી વાતોમાં ભોળવી વિદેશી કરન્સી બતાવી ભારતીય ચલણી નોટો બતાવાનું કહી મુહદિશ દાઉવાએ તેના પાસે રહેલ 10 હજારની પાનસોની નોટો આપતા જ તેમાંથી ચાર હજાર રૂપિયા કાઢી લઈ ત્યાંથી જતા રહ્યા હતા જે બાદ હોટલના મેનેજરે રૂપિયા ચેક કરતા તેમનાથી 4 હજાર રૂપિયા ઓછા જણાઈ આવ્યા હતા અને એક બ્લ્યુટૂથ મળી કુલ 4 હજારથી વધુની છેતરપીંડી કરતા મેનેજરે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ત્રણેય ભેજાભાજો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

error: