અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીનફળિયા ઝૂપડપટ્ટીમા ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડતા જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો સહિત રોકડ મળી કુલ રૂ. ૨૨૦૦ થી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતા જુગારીયાઓ રમીલા વસાવા, અનીશ બંગાલી, રમેશ તાયડેને ઝડપી પાડી કાયૅવાહી હાથ ધરી છે.