Satya Tv News

અંકલેશ્વરની વિહિતા કેમમાં શોર્ટ સર્કિટના કારણે લાગી સામાન્ય આગ.

આગને પગલે કંપનીના કર્મચારીઓમાં મચી દોડધામ.

DPMCના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચે તે પહેલાં આગ થઇ કાબુમાં.

સદનસીબે મોટી દુર્ઘટના નહીં સર્જાતા કંપની સંચાલકોનો હાશકરો.

અંકલેશ્વર GIDCમાં આવેલ વિહિતા કેમ કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી.

અંકલેશ્વર GIDCમાં આવેલ વિહિતા કેમ કંપનીમાં મોડી સાંજે શોર્ટ સર્કિટના કારણે અચાનક સામાન્ય આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. કંપનીના કર્મચારીઓએ આ મામલે DMPC ફાયર વિભાગને જાણ કરતા ફાયર કર્મીઓ એક ફાયર બ્રિગેડ સાથે દોડી આવ્યા હતા. જોકે ફાયર આવે તે પહેલાં જ કંપનીના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના બનતા તળી હતી. જેને લઇ કંપની સંચાલકોએ હાશકરો અનુભવ્યો હતો.

વિડીયો જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

Created with Snap
error: