ભૂંડના મોઢામાંથી ભાઇને બચાવવા પડેલા ભાઈનો હાથ ફેક્ચર, સારવાર માટે આઈસીયુમાં
જૂના બોરભાઠા બેટમાં ભૂંડે ભાઈ ઉપર હુમલો કરતા ભાઇને બચાવવા પડેલા મોટા ભાઈને ગંભીર ઇજા
પિતા-પુત્ર સહીત અન્ય ૧ મળી ૩ લોકોને ગંભીર ઇજા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ખેડૂતોના ખેતરમાં જંગલી ભૂંડનો ત્રાસ હોવાની અનેક ફરિયાદો ઉઠી છે પરંતુ હવે આ જંગલી ભૂંડો ખેત મજૂરો ઉપર હુમલો કરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ માં જંગલી ભૂંડ દ્વારા નાનાભાઈ ઉપર હુમલો કરાયો હોવાના કારણે ભાઇને બચાવવા પડેલા મોટા ભાઈ ને પણ ગંભીર ઈજા થઈ હતી સાથે પુત્ર પણ વચ્ચે પડતાં ત્રણેય લોકોને હાથપગ તેમજ શરીર પર અને માથાના ભાગે બચકા ભરી લેતા લોહીલુહાણ અવસ્થામાં ત્રણેયને સારવાર અર્થે ખસેડાયા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ માં ખેડૂત રમણભાઈ ગોવિંદભાઈ પટેલ જેથી કામ કરી રહ્યા હતા તે દરમિયાન નજીકમાંથી જંગલી ભૂંડ એ હુમલો કર્યો હતો અને રમણભાઈના માથાના ભાગે બચકા ભરી શરીર ઉપર બચકા ભરતા મોટાભાઈ જીવણભાઈ ગોવિંદભાઈ પટેલે પોતાના સગા ભાઈ ને બચાવવા પડ્યા હતા તે દરમિયાન જંગલી ભૂંડ એ જીવણભાઈ ઉપર પણ હુમલો કર્યો હતો મોડા અને શરીરના ભાગે બચકા ભરી જીવણભાઈ નો હાથ ફેક્ચર થઈ ગયો હતો બંને સગા ભાઈ ઉપર જંગલી ભૂંડ હુમલો કર્યો હોય તેઓને બચાવવા માટે રમણભાઈ પટેલનો પુત્ર દીપક પટેલ પણ વચ્ચે પડ્યો હતો અને જંગલી ભૂંડ એ દીપક પટેલ ને પણ બચકાં ભર્યા હતા એક જંગલી ભૂંડએ ત્રણ લોકોને ગંભીર રીતે ઘાયલ કરી દેતા ખેત મજૂરો એકત્ર થઇ ગયા હતા અને ત્રણેયને ભૂંડના મુખમાંથી છોડાવી લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા
ગંભીર રીતે ઘવાયેલા જીવણભાઈ ગોવિંદભાઈ પટેલ નો એક હાથ ફેક્ચર થઈ ગયો હતો તદુપરાંત એને શરીરના ભાગે ગંભીર રીતે જંગલી ભૂંડને બચકા ભર્યા હોવાના કારણે તેની હાલત ગંભીર બનતા તેને સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી છે જ્યારે રમણભાઈ પટેલે પણ માથાના ભાગે જંગલી ભૂંડ બચકાં ભરી લેતાં ૫ થી ૭ ટકા આવ્યા હતા અને શરીરના ભાગે પણ ગંભીર ઇજા થઇ હતી જ્યારે રમણભાઈ પટેલના પુત્ર દીપકભાઈ પટેલને પણ પગના ભાગે જંગલી ભૂંડ બચકા ભરી લીધા હતા પણ એને લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે અંકલેશ્વરમાં જંગલી ભૂંડો નો ત્રાસ વધી જતા ખેત મજુરો અને ખેડૂતોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ