Satya Tv News

ટોપબેન્ડ:
અંકલેશ્વર ડમ્પર ચાલકે થ્રિ વહીલ ટેમ્પોને ટક્કર મારતા અકસ્માત

અકસ્માતમાં ટેમ્પો ચાલકને ઇજાઓ પહોંચી

અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

એન્કર :
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમમાં આવેલ આર.સી.સી.ટ્રાન્સપોર્ટની ઓફિસ સામે ડમ્પર ચાલકે થ્રિ વહીલ ટેમ્પોને ટક્કર મારતા તે ઉભેલ ટેન્કર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો

વીઓ:
અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતા સૂફીયાન નિશાર દૂધવાલા પોતાનો થ્રી વહીલ ટેમ્પો નંબર-જી.જે.16.એ.ટી.6811માં અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ આર.સી.સી.ટ્રાન્સપોર્ટમાંથી કેબલ વાયરો ભરી ઝઘડિયા ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન ટ્રાન્સપોર્ટની ઓફિસ સામે પુરપાટ ઝડપે ધસી આવેલ ડમ્પર ચાલકે ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો માર્ગની બાજુમાં ઉભેલ ટેન્કરમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટેમ્પો ચાલકને ઇજાઓ પહોંચી હતી જ્યારે ટેમ્પોને નુકશાન થયું હતું અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: