અંકલેશ્વર લેબર કોન્ટ્રાક્ટર સાથે છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડ
સાથે ૨.૭૦ લાખની છેતરપીંડી કરનાર આરોપીની ધરપકડ
આરોપીને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામના લેબર કોન્ટ્રાક્ટર સાથે ૨.૭૦ લાખની છેતરપીંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો
મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની વેલ્ફેર હોસ્પિટલ સામે રહેતા કાલીયા મઈલા નીનામા પાનોલી જી.આઈ.ડી.સી.ની મેઘમણી કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ ચલાવે છે જેઓના કોન્ટ્રાક્ટમાં રસોઈયા તરીકે કામ કરતા દિલીપ હકરુ નીનામાએ ગત તારીખ-૮-૯-૨૧ના રોજ પોતાના ઘરે રૂપિયાની જરૂર હોવા થોડા દિવસ માટે આપવા સાથે રસોઈયો અને મજુરો પુરા પડીશ તેમ કહી રૂપિયા ૨.૭૦ લાખ લઇ પોતાના વતન રાજસ્થાન જતો રહ્યો હતો જે બાદ કાલીયા મઈલા નીનામા તેના વતન રૂપિયા લેવા ગયા હતા તે વેળા દિલીપ નીનામાએ રૂપિયા વાપરી નાખ્યા છે અને રૂપિયા ન હોવાનું કહી વિશ્વાસઘાત કર્યો હતો આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે છેતરપીંડી અંગે ગુનો નોંધી આરોપીને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે
વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર