અંકલેશ્વર પોલીસે ગેરકાયદેસર પશુ ભરેલ ટ્રક ઝડપી પાડ્યું
પોલીસે 16 પૈકી 15 પશુઓને મુક્ત કરાવ્યા
એક ભેંસનું બચ્ચું મૃત હાલતમાં મળી આવ્યું
પોલીસે કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ ઉપરથી શહેર પોલીસે ગેરકાયદેસર પશુ ભરેલ ટ્રક ઝડપી પાડી 16 પૈકી 15 પશુઓને મુક્ત કરાવ્યા હતા જયારે એક પશુનું મોત નીપજ્યું હતું
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ તરફથી નર્મદા મૈયા બ્રિજ ઉપર થઇ ટ્રક નંબર-જી.જે.24.યુ.5528માં ગેરકાયદેસર રીતે પશુઓ ભરી અંકલેશ્વર બાજુ આવી રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે ગડખોલ પાટિયા ઓવરબ્રિજ ઉપર વોચમાં હતો તે દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી ટ્રકમાંથી તાડપત્રી હટાવી જોતા તેમાં ક્રૂરતા પૂર્વક ઘાસચારા અને પાણીની સગવડ વિના 16 પશુઓ ખીંચોખિચ બાંધ્યા હોવાનું જણાવ આવ્યું હતું પોલીસે ટ્રકમાંથી પશુઓ મુક્ત કરાવ્યા હતા જયારે એક ભેંસનું બચ્ચું મૃત હાલતમાં મળી આવ્યું હતું પોલીસે 2.70 લાખના પશુઓ અને 10 લાખની ટ્રક મળી કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પાટણના ડેર ગામના વચલી પાટી ફળિયામાં રહેતો ટ્રક ચાલાક વાધુજી કાંતિજી ઠાકોર તેમજ અશોક ઈશ્વર માજીરાનાને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલ બંને ઈસમોની પુછપરછ કરતા પશુઓ તેઓ પાટણના દિઘડી ગામ ખાતેથી ભરી સુરત ખાતે લઇ જતા હોવાનું જણાવ્યું હતું.
વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર