સુરતના વડોદના બાપુનગરમાં ઘર બહાર લારી પર સૂતેલી બાળકીનું અપહરણ કરી દુષ્કર્મની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરીને બાળકીને પોતાના રૂમમાં શખ્સ લઈ ગયો હતો. રાત્રે 3 વાગ્યે બાળકી રડતી રડતી ઘરે આવી અને ત્યારબાદ પરિવારને જાણ થઈ હતી. બાદમાં બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથધરી છે.
વડોદ ગામના બાપુનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની સાત વર્ષની બાળકી પિતાના મિત્ર સાથે બહાર લારીમાં સુતેલી હતી. મોડી રાત્રે બાપુનગરમાં પ્લોટ નંબર 308ની રૂમ નંબર 4માં રહેતો વિકૃત વ્યક્તિ બાળકીનું મોં દબાવી અપહરણ કરી ઘરે લઈ ગયો હતો. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ કરી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ આચર્યું હતું. બાળકીને ગુપ્તાંગના ભાગમાંથી લોહી નીકળી ગયું હતું
.