અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો આતંક યથાવત
સારંગપુર ગામે બંધ મકાનને બનાવ્યું નિશાન
તસ્કરોએ સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળી 3.72 લાખની ચોરી
GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વરના સારંગપુર ગામના જીતાલી પાટિયા નજીક આવેલ નિર્મલ કોલોનીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી રોકડા 61હજાર અને સોના ઘરેણાં મળી અંદાજિત 3.72 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વરના સારંગપુર ગામના જીતાલી પાટિયા પાસે આવેલ નિર્મલ કોલોનીમાં રહેતા ગીરીશભાઈ ઉર્ફે દીપુભાઈ વસાવા દઢાલ ગામના પાટિયા પાસે નાસ્તાની દુકાન ચલાવે છે. જેઓ ગત રોજ નિર્મલ કોલોનીનું ઘર બંધ કરી નવા ઘરે સુવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા 61 હજાર 900 અને સોના ચાંદીના ઘરેણાં મળી અંદાજિત 3.72 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગેની જાણ ગીરીશભાઈ દ્વારા GIDC પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે કુમક ઘટના સ્થળે દોડી આવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર