Satya Tv News

ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વરના મીરાં નગર પાકીઝા હોટલ પાછળ બદામના ઝાડ નીચેથી બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વરના મીરાં નગર પાકીઝા હોટલ પાછળ બદામના ઝાડ નીચે બિનવારસી હાલતમાં નશીલા પ્રદાર્થ ગાંજાનો જથ્થો હોવાની બાતમી ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપને મળતા પોલીસે બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરી હતી પોલીસે સ્થળ પરથી ૧૨૭ ગ્રામ ગાંજો મળી કુલ ૧૨૭૦નો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: