Satya Tv News

ભરૂચ સિવિલ હોસ્પિટલ સામે આવેલ નવી વસાહતમાં રહેતા કૃનાલ મુકેશ સોલંકી અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ ઓમકાર-2 કોમ્પ્લેક્ષમાં આવેલ રામ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરે છે જેઓ ગતરોજ પોતાની મોટર સાઇકલ નંબર-જી.જે.16.બી.પી.6427 કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 30 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા બાઈક ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર

error: