Skip to main content

Satya Tv News

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસના જુગારધામ પર દરોડા

અંકલેશ્વર શુભમ રેસિડેન્સી પાસેથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

કુલ 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાછળ શુભમ રેસિડેન્સી પાસેથી જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી નજીક વર્ષા હોટલ પાછળ શુભમ રેસિડેન્સી પાસે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 12 હજાર,બે ફોન અને બાઈક મળી કુલ 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જુગાર રમતા પટેલ નગરના જુગારી યોગેશ મોહન પટેલ,રામપ્રસાદ ગુડે યાદવ,વિજય કુંચબડીયા,અજય કુંચબડીયા,ગણેશ ગોયલને ઝડપી પાડ્યો હતો

વિડિઓ જર્નલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: