Satya Tv News

અંકલેશ્વર ટ્રકમાં રહેલ 43 લાખથી વધુનો સામાન સગેવગેનો મામલો
2 ઈસમો 43 લાખના સમાન સાથે થયા હતા ફરાર
ચાલક અને અન્ય ઇસમ ફરાર થતા પોલીસ મથકે નોંધાય ફરિયાદ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એશિયન પેઇન્ટ્સ કંપનીમાંથી વેસ્ટ બંગાળના હુગલી જતા કલરનો માલ ભરેલ ટ્રકમાં રહેલ 43 લાખથી વધુનો સામાન સગેવગે કરી ચાલક અને અન્ય ઇસમ ફરાર થતા ફરિયાદ નોંધાવવા પામી છે

અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલ સંસ્કૃત એપાર્ટમેન્ટમાં રહેતા મહેન્દ્ર રમણલાલ પરમાર ડેલ્હીવેરી ફેઈટ સર્વિસીસ કંપનીમાં લોસ એન્ડ પ્રિવીયેન્સન ડિપાર્ટમેન્ટમાં સિનિયર સિક્યુરિટી મેનેજર તરીકે નોકરી કરે છે જેઓની કંપનીને અંકલેશ્વરની એશિયન પેઇન્ટ્સ કંપનીમાંથી પશ્ચિમ બંગાળના હુગલી ખાતે પહોંચાડવા ઓર્ડર મળ્યો હતો જેઓની કંપની સાથે સંકળાયેલા એક્સક્લેશન સ્ટ્રોર અમદાવાદને કલર પશ્ચિમ બંગાળ ખાતે પહોંચાડવા માટે ટ્રકનો ઓડર આપવામાં આવ્યો હતો જેઓએ ટ્રક નંબર-જી.જે.06.ઝેડ.ઝેડ.2870 કંપની ખાતે મોકલી હતી અને તેમાં કલર માલ 1790 નંગ બોક્સ રૂપિયા 43 લાખથી વધુનો મુદ્દામાલ ટ્રક ચાલક પ્રભાત હીરા ઠાકોર પ.બંગાળ ખાતે જવા રવાનો થયો હતો જે બાદ ટ્રકનું જી.પીએસ.ચેક કરતા તે બંધ હોવા સાથે ચાલકનો ફોન પણ બંધ આવ્યો હતો અને આ ટ્રક વડોદરાની ડુમાડ ચોકડી નજીકથી ખાલી હાલતમાં મળી આવી હોવાનું ટ્રાન્સપોર્ટના કર્મીએ જણાવતા મહેન્દ્ર પરમારે તપાસ કરતા ટ્રક વડોદરાની ડુમાડ ચોકડી નજીક મળી આવી હતી ટ્રકમાં જોતા તમામ મુદ્દામાલ સગેવગે થયો હોવાનું ધ્યાન પર આવતા તેઓએ ટ્રક માલિક સમીર છાસટીયાનો સર્પક કરતા તેઓએ આ ટ્રક હરેન્દ્રસિંહ જયેંદ્રસિંહ પરમારને માસિક 1.50 લાખના ભાડા પેટે આપી હોવાનું જણાવ્યું હતું અને હરેન્દ્રસિંહ પરમાર તેમજ ટ્રક ચાલકનો મોબાઈલ નંબર બંધ આવતા આ બંને ઈસમોએ 43 લાખથી વધુનો મુદ્દામાલ સગેવગે કરી છેતરપિંડી કરી હોવાનું બહાર આવતા જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે છેતરપીંડીની ફરિયાદ નોંધાવવા પામી છે..

વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: