અંકલેશ્વર જુના બોરભાઠા ગામથી ઝડપાયો વિદેશી દારૂ
વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધડપકડ
દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વર શહેર પોલીસે જુના બોરભાઠા ગામના સડક ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી
અંકલેશ્વરના જુના બોરભાઠા ગામના સડક ફળીયામાં રહેતી મહિલા બુટલેગર મંજુબેન અર્જુન વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૪૬ નંગ બોટલ મળી કુલ ૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી જયારે વિદેશી દારૂનો જથ્થો આપનાર દશરથ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે
વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર