અંકલેશ્વરના સારંગપુર ગામે તસ્કરો થયા સક્રિય
સારંગપુર ગામની આત્મીય રેસિડેન્સીને તસ્કરોએ નિશાન
બંધ મકાનને નિશાન બનાવી કરી એક લાખની મત્તાની ચોરી
પોલીસ ફરિયાદ મામલે ઘર માલિકે નારાજગી વ્યકત કરી
અંકલેશ્વરના સારંગપુર ગામમાં રાત્રિ દરમિયાન તસ્કરો એક બંધમકાનમાં હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા. ત્યારે ઘર માલિકે પોલીસ ફરિયાદ મામલે મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
અંકલેશ્વરના રાજપીપલા રોડ સ્થિત સારંગપુરની આત્મીય રેસીડેન્સીના એક બંધ મકાનનુ તાળુ તોડી તસ્કરો પલાયન થઇ ગયા હતા.તસ્કરોએ ઘરમાં પ્રવેશ્યા બાદ તિજોરી તોડી તેમાંથી સોનાની એક ચેઇન, બે વીંટી તેમજ ૧૦ હજાર રોકડ મળી અંદાજે ૧ લાખની મતાની ચોરીને અંજામ આપ્યો હતો.
આ અંગે જોકે મકાનમાલિકે પોલીસ ફરિયાદ ન નોધાવતા એવી નારાજગી વ્યક્ત કરી હતી કે પોલીસ ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી. છેલ્લા બે મહિનામાં આ સોસાયટીમાં ચોરી થયાનો ચોથો બનાવ છે. અગાઉની ચોરીનો હજુ ભેદ પોલીસ ઉકેલી શકી નથી તો હવે શુ ઉકેલશે!
તેવામાં શું પોલીસની કામગીરી પર સવાલ ઉઠતા ઘરફોડ ચોરીની ઘટનાઓને રોકવામાં ભરૂચ પોલીસ સફળતા મેળવશે કે કેમ તે પણ એક સવાલ છે.
વિડીયો જર્નાલિસ્ટ સુનિલ પરમાર સાથે સત્યા ટીવી અંકલેશ્વર