સુરતમાં ભારે વરસાદને પગલે રોડ રસ્તા ખરાબ
શહેરમાં 7 કિલોમીટર રસ્તાઓ ખરાબ
સુરત પાલિકા કમિશનરે ત્રણ દિવસમાં રસ્તાનું સમારકામ કરવા આદેશ કર્યા
જે જગ્યા પર રોડ ધોવાયા છે ત્યાં કોન્ટ્રાકટર ના ખર્ચે સમારકામ કરાશે
કોન્ટ્રાકટર દ્વારા બનાવેલા રોડ તકલાદી સાબિત થયા..
સુરત માં ભારે વરસાદને પગલે રોડ રસ્તા ની હાલત ખરાબ થઈ ચૂકી છે સુરતમાં સાત કિલોમીટર અંદાજિત રોડ ધોવાઈ ગયો છે ખરાબ રોડ રસ્તાને પગલે સુરત મહાનગરપાલિકા કમિશનરે આજથી જે રોડ રીપેર કરવાના આદેશ કર્યા છે.. મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક ટેન્ડરો આપ્યા બાદ રોડ બનાવવામાં આવે છે જોકે કોન્ટ્રાક્ટરને આપેલા કોન્ટ્રાક્ટમાં રોડ તકલાદી સાબિત થતા પાલિકા કમિશનર દ્વારા કોન્ટ્રાક્ટર ના ખર્ચે રોડ રીપેર કરવા આદેશ કરાયો
સુરત શહેરમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ રોડ પર ધોવાણ થયું છે …કોન્ટ્રાક્ટરને આપેલા કોન્ટ્રાક્ટ ના રોડ તકલાદી સાબિત થયા છે .આ રોડનું સમારકામ કોન્ટ્રાક્ટર તેના ખર્ચા થીજ કરે તેવા આદેશ સુરત પાલિકા કમિશનરે કર્યા છે ..મહત્વનું છે કે સુરતમાં ભારે વરસાદને પગલે રોડ પર પાણી ભરાઈ ગયા હતા ..જેના પગલે શહેરમાં અંદાજિત સર્વે દરમ્યાન સાત કિલોમીટર જેટલા રોડ ધોવાઈ ચૂક્યો છે.. સુરત પાલિકા કમિશનરે ત્રણ જ દિવસમાં રોડનું સમારકામ કરવા આદેશ કર્યા છે ..જે પૈકી સુરતમાં અનેક વિસ્તારોમાં કામ શરૂ થઈ ચૂક્યું છે જોકે મહત્વનું છે કે સુરત માં 2817 કિલોમીટર જેટલા રસ્તા શહેર મા છે..જેમાં 72 જંકશન પર રોડ ની હાલત ખરાબ છે જેમાં 1064 મેટ્રિક ટન મટિરિયલ વાપરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે..સુરત માં આવેલા મોટા સર્કલ પર સીસી રોડ બનાવવા મા આવશે જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે
સુરતમાં હજુ પણ ખરાબ રોડ રસ્તા યથાવત જોવા મળી રહ્યા છે ખરાબ રોડને કારણે એ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ખરાબ રસ્તાને કારણે વાહનોમાં પણ ભારે નુકસાની આવી રહી છે ..સુરત મહાનગરપાલિકા ના ટેન્ડરમાં પાસ કરાયેલા રોડ રસ્તા તકલાદી સાબિત થયા છે ..શહેરમાં અનેક જગ્યા પર રોડ રસ્તા હજુ પણ ખરાબ હાલતમાં છે ..ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રણ દિવસમાં રોડ રસ્તા રીપેર કરવાની બાહેધરી આપી છે ..જોકે સુરતની હાલત અત્યારે તો બદ સુરત હોય તેવું લાગી રહ્યું છે ..ત્યારે હવે સુરત મહાનગરપાલિકા ખરાબ રોડ રસ્તા વહેલી તકે સમારકામ કરે તેવી તેવી શહેરી જનો ની માંગ ઉઠી છે
વિડિઓ જર્નલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત