Satya Tv News

સુરતના સરથાણા ખાતે સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ઉપર મિત્રતા કેળવી સગીરા સાથેના ફોટા વાઈરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં કપલ બોક્સમાં લઈ જવાના નામે અલગ અલગ જગ્યાએ બાઈક પર લઈ જઈને ધમકી આપી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા કાપોદ્રાના યુવક સામે પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

સરથાણા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ કાપોદ્રા મરઘા કેન્દ્ર વડવાળા સોસાયટીની બાજુમાં શ્રીજી નગર સોસાયટીમાંરહેતા ક્રિષ્નારતન ઉત્તમ રાવ ગુજ્જર સામે દુષ્કર્મ સહિતની ફરિયાદ આપતા જણાવ્યું હતું કે ફરિયાદીની આપતા જણાવ્યું હતું કે ફરિયાદીની 16 વર્ષીય દીકરી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી હતી. ત્યારબાદ કિશોરીને અવારનવાર પોતાની સાથે ફોટાઓ પણ પાડ્યાં હતાં.

આરોપીએ ફરી સગીરાને પોતાની સાથે કપલ બોક્સમાં આવવાની વાત કરી હતી. જેથી સગીરાએ ના પાડી હતી. જેથી સગીરાની સાથેના અગાઉ પાડેલા ફોટા વાઈરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં તેણીને બાઈક પર લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતાં. આ અંગે સગીરાની માતાએ આરોપી સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મુદ્દે સરથાણા પીઆઈ ગુર્જર તપાસ કરી રહ્યાં છે.

error: