અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે DYSP E – FIR નો ઈ-વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો
ચોરીની ઘટનાઓમાં વહેલી તકે ફરિયાદ નોંધાય તે હેતુથી કરાયો પ્રારંભ
DYSPએ વિગતવાર માહિતી આપી
અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે ડી.વાય.એસ.પી.ઈ – એફ.આઈ આરનો ઈ-વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો હતો
રાજયમાં મોબાઈલ અને વાહનોની ચોરીની ઘટનાઓમાં અટકાવવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ તો ધરવામાં આવે છે પરંતુ મોબાઈલ ચોરી અને બાઈક ચોરીની ઘટનાઓમાં વહેલી તકે ફરિયાદ નોંધાય તે હેતુથી આજરોજ ગાંધીનગર એન.એફ.એસ.યુ.માં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે આજે શનિવારે ઈ-એફ.આઈ.આર.નો પ્રારંભ કરાવ્યો હતો.જે ઈ-એફ.આફ.આરનો ઈ-વર્ચ્યુઅલ કાર્યક્રમ અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો.જેમાં ડી.વાય.એસ.પીએ વિગતવાર માહિતી આપી હતી આ ઈ-વર્ચ્યુઅલ કાર્યક્રમ પી.આઈ.,પી.એસ.આઈ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
વિડિઓ જર્નલિસ્ટ સુનિલ પરમાર સત્યા ટીવી અંકલેશ્વર